• પ્રેમ… (કવિતા)

  Posted on January 25, 2013 by Yogesh Vaidya in મારું સાહિત્ય સર્જન.

  પ્રેમ…

   ૧.

  તારી વાડના ટેકે મૂકેલી

  મારી સાઇકલ

  આખી રાત ભીંજાતી રહી

  ઓસમાં.

    ૨.

  હું

  હજુ પણ

  ૯-૪૫ની બસમાં

  બારી વાળી સીટ પર

  મારો રૂમાલ પાથરી રાખું છું.

   ૩.

  આખ્ખી શેરી દેખતાં

  તારા ઘરનો પડછાયો

  ભળી જાય છે

  મારા ઘરના પડછાયામાં.

   ૪.

  ક્યારેક ક્યારેક

  બે દૂરના ટેલિફોનને જોડતો

  વાયર

  બની જાય છે- જૂઈની વેલ.

  ************


2 Responsesso far.

 1. Rajesh Purohit says:

  ek sundar rachana

 2. હેમંત ગોહિલ "મર્મર ' says:

  તારી વાડના ટેકે મૂકેલી

  મારી સાઇકલ

  આખી રાત ભીંજાતી રહી

  ઓસમાં……ખૂબ સુંદર ,,,,મજા આવી .

Leave a Reply