• એક રાત (કવિતા)

  એક રાત

  આખીય રાત

  ફળીના પીપળાએ

  મારા ફરતે મૂળ નાંખ્યાં.

  કીડીઓ-

  અસંખ્ય અને નિર્લેપ કીડીઓ એ

  ઘરની બહાર ખેંચી જઈને

  મારી જ્યાફત ઉડાવી.

  બધાં જ સુંવાળા સ્પર્શ

  રેશમી વસ્ત્ર માફક

  સરકી પડ્યા.

  એક ધુમ્મસભર્યો આકાર

  ગોળ ગોળ ગોળ ગોળ ઘૂમ્યા કરે

  ઘરમાં

  ફ્રિઝનું હેન્ડલ,સિંકનો નળ, ટોવેલ રોડ, તપેલી,

  ચમચી,છરી, ટીપોય

  બધાં જ લોઢાં-લાકડાંને

  જીવતાં રાખવાના ઉધામા….

  કોઈ ટાંકણું લઈને

  શિલાઓ ફોડે પછીતમાં

  તેનો ધ્રુજારો ખમતું એક પાણીનું ટીપું

  નળમાં અટકી ને પડ્યું છે.

  અને સાથે સાથે પાંચીકા જેમ ઉછાળેલા શ્વાસ

  અધ્ધર જ રહી ગયા છે

  કોઈના ચુંબકીય પ્રભાવમાં.

  ખાલીપાનું કઠ્ઠણ શ્રીફળ

  બે હાથમાં લઈને

  એક પગે ઊભો રહ્યો

  આખી રાત.

  સવારે

  ઘરનું બારણું ઉઘાડ્યું

  તો

  ઉંબરા ઉપર મળી

  ઝાકળભીનાં ફૂલની

  એક ઢગલી.

  યોગેશ વૈદ્ય                       ઑગષ્ટ-2012

   

5 Responsesso far.

 1. Nice Blog.
  Nice Rachana.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you Yogeshbhai, to my Blog !
  Hope to see you !

 2. I posted one Comment.
  Did you get it ?
  If so, please publish it !
  Chandravadan

 3. Thakur says:

  That’s more than sneibsle! That’s a great post!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *