• Loss : (Gujarati Poem) Farook Shah , Trans. By Hemang Desai

    Loss (Gujarati Poem)

    Farook Shah , Trans. By Hemang Desai

    Lost are the
    songs
    We used to
    sing
    The sea of
    our stories
    Disappeared
    in specks of dust
    Limbs of
    silver and gold
    Cast-iron
    will we’d to boast
    And a rare
    treasure
    Buried in
    our bare chests
    We could
    call our own

    We’d the
    uncanny knack
    To sail from
    this end to that
    Flair for
    Fusing
    together fag-ends

    In a
    desperate bid
    To clinch
    illusory light
    We betrayed
    age-old human pledge
    Of Bond
    between earth and sky

    We couldn’t
    sense when
    The
    carnivores fattening on flesh
    Behind the
    veil of illusory light
    Tiptoed in
    from backyard
    And sprawled
    all around us.

    ખોઈ નાખી  

    આપણે ગીત ગાતા
    એ ખોવાઈ ગયા છે
    આપણી બધીય કથાઓ
    કણકણ થઈને ભળી ગઇ છે માટીમાં
    આપણી પાસે હતા
    સોના-રૂપાના હાથપગ
    હતા લોઢા જેવા મનસૂબા
    અને હતો પોતાનો કહેવાય
    એવો કિંમતી ખજાનો છાતીએ

    આપણી પાસે હતી સમજણ
    આ છેડાથી પેલા છેડા સુધી પહોંચવાની
    હતી સમજણ
    બે છેડા કઇ રીતે ભેગા કરવા, એની

    જુગજૂના મનખા અવતારે
    ધરતીથી આભનો સંબંધ
    નિભાવવાની વાત
    ખોઈ નાખી
    આભાસી અજવાળાને વળગવા જતાં

    આભાસી અજવાળે
    લોહી પી પીને નભતાં જનાવર
    પાછલે બારણેથી
    ધીમે ધીમે કરતાં કેમ કરીને
    આપણી ચારેકોર ગોઠવાઈ ગયાં
    એની સુધ જ ન રહી

2 Responsesso far.

  1. Nagin says:

    →•જિંદગી અને સ્વિમિંગ બંને એકસરખા છે.•←
    પાણીનો એક નિયમ એ છે કે પાણી ગમે તેટલું ઊંડું હોય તોપણ તમે ડૂબી નથી જતા,
    સવાલ એટલો જ હોય છે કે તમને તરતાં આવડવું જોઈએ.
    બસ જિંદગી નું પણ બસ એવું જ છે• • •

  2. Nagin says:

    વાંસળીની માફક માણસનું જીવન પણ ખરબચડુ હોય છે.

    ચઢાવ ઉતાર આવ્યા કરે પરંતુ આંગળીના ટેરવાનો યોગ્ય ઉપયોગ થઇ શકે તો તેમાંથી પણ મીઠા મધુરા અને કર્ણપ્રિય સુર નીકળે છે. અને એનાથી માણસ સારૂં જીવન જીવી શકે છે.

    જીવન ખુબ આસાન છે આપણે જાણી જોઇને તેને અઘરું બનાવી દઇએ છીએ.• • •

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *