Farook Shah, Trans. By Hemang Desai
Reaching the
macabre settlement
Of skeletal
people
I look
behind
At the
sprawling city of skyscrapers
Amidst the
general populace of cadavers
One doesn’t
come across
A panorama
of diverse designs
Nor does one
hear the web of hustle
Woven by
scuttling notes and noises
All one can
see is
Shriveled up
lives
Frozen
images of skin and bones
All one can
hear is
Quick gasps
low sobs
The rotting
carcass of a kid
Stands
before me,
Scans my
mind, nonplussed
I turn
around and gaze
At the sprawling city of skyscrapers
The kid and
I
Strain
To decipher
it
In our own subjective
terms
કંકાલ જેવા લોકના
ડેરા લગ આવીને જોઉં
પાછળ છૂટી ગયેલું
મહાકાય ઇમારતોથી પથરાયેલું
શહેર
કંકાલ જેવા લોકની વસતિમાં
જોવા ન મળે
ભાતભાતની આકૃતિઓ રજૂ કરતાં દૃશ્યો
સાંભળવા ન મળે
કોઈ સંગીત કે અવાજોની જાળ રચતી
દોડધામ
દેખાય છે માત્ર
સુકાઈ ગયેલાં જીવતર
હાડચામનાં થીજી ગયેલાં ચિત્રો
સાંભળવા મળે
ઝીણાં ઝીણાં હીબકાંઓ
કંકાલ બનેલું એક બાળક
મારી સામે ત્રાટક રચતું ઊભું છે
હું બેબાકળો બની જાઉં
પાછો વળી જોઉં
મહાકાય ઇમારતોથી પથરાયેલું
શહેર
હું અને બાળક
એને
પોતપોતાની રીતે સમજવા
મથીએ છીએ