• 0 આપણો સંબંધ

  Posted on May 25, 2013 by Yogesh Vaidya in મારું સાહિત્ય સર્જન.

  0 આપણો સંબંધ

  એક ધક્કા સાથે
  ટ્રેન ઊપડે છે.
   
  મારા માંસની
  ઝીણી ઝીણી નસો
  તૂટવા લાગે છે.
  મન ધુમ્મસથી ભરાઈ જાય છે.
   
  તારી સાથેનો
  મારો ઝઘડો
  ફરી શરૂ  થઈ  જાય છે.
  તને રૂબરૂમાં ન કહી શકેલ તર્કો ,
  મારા અણગમા , ફરિયાદો.
  સામે
  તારા પ્રહારો
  અને મારી ભીની આંખના ખુલાસા
   
  ટ્રેનની ગતિ સાથે
  એકધારો વધતો જાય છે
  મારો આક્રોશ.
  લોહીલોહાણ થઈ જવાયું છે
  ભીતરથી.
  મારા ગામ સુધી

  પહોંચતાં પહોંચતાં

  તારી સાથેનો મારો સંબંધ
  તૂટી  જ  જશે.
   
  અથવા
  પ્રગાઢ થઈ જશે.
   
   

  0 યોગેશ વૈદ્ય

  Post Tagged with

One Responseso far.

 1. MANSUKH THAKER says:

  GOOD.

Leave a Reply