• અજાણ્યો પ્રવાસી

   

  ૭.૪૦ની ટ્રેન

  ઊપડી 

  અને

  પ્લેટફોર્મ પરની ઘડિયાળ

  લંગડાવા લાગી.

   

  ચા વાળો છોકરો

  સ્ટેશનના દરવાજા સુધી તો હતો મારી જોડે

  ગુમ થઈ ગયો અચાનક ક્યાંક…

   

  બ્હાર સડક પર

  પોલિસની સીટીનો અવાજ

  મારા સુધી પહોંચતાં પહોંચતાં

  તૂટીને વિખેરાઈ ગયો.

   

  કેમ કહું ?

  મારા જ ઘરનો રસ્તો 

  ગૂંચવાઈ  ગયો છે.

   

  ૭.૪૦ની ટ્રેનના

  ઓ અજાણ્યા પ્રવાસી

  તારા સામાનને

  જોઈ-તપાસી લેજે ને , ભાઈ !…

   

  યોગેશ વૈદ્ય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *