• જૂઈનાં પાંદડાં

  Posted on November 21, 2013 by Yogesh Vaidya in મારું સાહિત્ય સર્જન.

   

  એ તરફ ગીતમાં તરબતર છોકરી

    તરફ  ધારવંતા  છરા  દોસ્તો

   

  સેંકડો સ્ક્વેરફીટમાં સમાતાં નથી

  એષણાનાં  અનર્ગળ  પરાં  દોસ્તો

   

  શાંત પડતી ગઈ શેરીઓ ગામની

  વૃધ્ધ  બનતા  ગયા છોકરા દોસ્તો

   

  પીઠ છે આપણી મખમલી એ ખરું

   કાળના  હાથ   છે  કરકરા  દોસ્તો

   

  નિત ઊઠી આંગણે જૂઈનાં પાંદડાં !

  નિત ઊઠીને નવા ખરખરા દોસ્તો

  યોગેશ વૈદ્ય

   

   

2 Responsesso far.

 1. Sudhir Patel says:

  Very nice!

 2. સેંકડો સ્ક્વેરફીટમાં સમાતાં નથી

  એષણાનાં અનર્ગળ પરાં દોસ્તો

  શાંત પડતી ગઈ શેરીઓ ગામની

  વૃધ્ધ બનતા ગયા છોકરા દોસ્તો

  પીઠ છે આપણી મખમલી એ ખરું

  કાળના હાથ છે કરકરા દોસ્તો

Leave a Reply