• ‘નિસ્યંદન’ સળંગ અંક – ૧૧ આપનાં કોમ્પ્યુટર સ્ક્રીન પર …..

  પ્રિય વાચકો,

  નિસ્યંદનસળંગ  અંક ૧૧ આપનાં કોમ્પ્યુટર સ્ક્રીન પર …..

   

  અંક ડાઉનલોડ લિંક : http://www.yogish.co.in/wp-content/Nisyandan/Nisyandan_11.pdf

   

  ‘નિસ્યંદન’ના પ્રથમ અંકનું પ્રકાશન માર્ચ માસમાં થયેલું. ઊભી થયેલી કેલેન્ડર વર્ષ સાથેની વિસંગતિને નીવારવા આ ૧૦મા અંકનું પ્રકાશન ત્રણ માસને અંતે કરી રહ્યા છીએ. ‘નિસ્યંદન’ હવે પછી દર બે મહિને નિયમિત પ્રકાશિત થશે.

  વધુ ને વધુ ભાવકો અને સાહિત્યકારો આ પ્રવૃત્તિ સાથે જોડાઈ રહ્યા છે તેનો આનંદ છે. ઈ-સામયિક એ આવતીકાલનું મધ્યમ છે, જેના વિસ્તારની અપાર શક્યતાઓ જણાઈ રહી છે.

  એક સામયિક તરીકે નિસ્યંદનને બે બબતોની ખેવના છે, અપેક્ષા છે. – એક : તેના ભાવકો સાથે તેનો જીવંત સંવાદ અને બે:  સાહિત્યકારોનો સર્જનાત્મક સહયોગ. હકીકતે આ બે બાબતો જ કોઈ પણ સામયિકને જીવંત / ધબકતું રાખતી હોય છે. આપણા સાહિત્યકારો તેની અપ્રગટ ઉત્તમ રચનાઓ અમને પાઠવે, ‘નિસ્યનંદનની પ્રગટ સામગ્રી (કાવ્યો, લેખો, સંપાદકીય ) વિષે પોતાનું મંતવ્ય વ્યક્ત કરે તેની અમને અપેક્ષા છે.

                     

  નિમંત્રણ: ‘ ઑફિસકાવ્ય વિશેષાંક’ 

   

  ઑફિસ એ પ્રગટ કે અપ્રગટપણે આપણાં સહુનાં જીવનનો હિસ્સો બની ગઈ છે. ઑફિસોની, વ્યાવસાયિક જીવનની ગતિ-રીતિઓને, તેના પદાર્થોને, સંદર્ભોને અને સંવેદનોને  ઝીલતાં કાવ્યોનો વિશેષાંક પ્રગટ કરવાનું નિર્ધારેલ છે. વિષયાનુરૂપ કાવ્યો પાઠવવા કવિગણને  ‘નિસ્યંદન’નું ભાવભર્યું નિમંત્રણ છે 

   

  વાચકોની અપેક્ષાને ધ્યાને લઈને હવે …

  નિસ્યંદનનું મોબઈલ સંસ્કરણ  પણ…

  (ફકત મોબાઈલ પર વાચવા માટે-પ્રાયોગીક)ડાઉનલોડ લિંક:   http://www.yogish.co.in/wp-content/Nisyandan/Nisyandan_11mobile.pdf

  નિસ્યંદનના પ્રચાર / પ્રસાર માટે પણ આપના સુચનો અમે આવકારીએ છીએ.

  અમારી વેબસાઈટ http://yogish.co.in પૂર્ણત: કાર્યરત થઈ ગઈ છે. 

  નિસ્યંદનસાથે જોડાયેલા રહેશો.

  આપના પ્રતિસાદની રાહ જોતો..

                            

  યોગેશ વૈદ્ય

  તંત્રી સંપાદક

  (એક અપીલ – આપના કોમ્પુટરના Security Setting માં અમારાં ઈ-સરનામું mryogi62@gmail.com    ને Non SPAM નો દરજ્જો અપાવી દેશો જી ….અન્ય સરનામાકેટલાક કારણોસર બંધ થઈ ગયેલ છે. )

3 Responsesso far.

 1. Alipt Jagani says:

  યોગેશભાઈ,
  નવો અંક જોયો-વાંચ્યો. મુખપૃષ્ઠ સરસ છે. સમગ્ર ફોટોગ્રાફી ગમી. સ્નેહા પટેલ ની પ્રથમ ગઝલ સારી લાગી. તમે સંપાદકીયમાં કરેલી વાત જોઈ દુખ થયું પણ આશ્ચર્ય સહેજ પણ ન થયું, એ તદ્દન સાહજિક ઘટના લાગી.
  સાહિત્ય કોઈ દૈવી ઘટના નથી પણ વ્યક્તિની પોતાની અનુભૂતિઓ-લાગણીઓને શબ્દો-અક્ષરોના માધ્યમથી બીજા વ્યક્તિઓ સુધી પહોચાડવાની ઘટના છે એવી સામાન્ય વાત સમજવામાં આપણી કહેવાતી સાહિત્યિક સંસ્થાઓ નિષ્ફળ ગઈ છે. એમની હાલત યુરોપના મધ્યયુગીન દેવળ જેવી છે. આવી સંસ્થાઓ પોતાના અંગત મત ઉભા કરવાની જગાએ જે કઈ સમકાલીન છે તેનો સમગ્રપણે સ્વીકાર કરી પ્રચાર,પ્રસાર નું કાર્ય કરશે તો કદાચ પોતાની થોડી ઓળખ જાળવી શકે. બાકી ગુજરાતી વાચક કોઈ સંસ્થા કે નિયમોથી બદ્ધ નથી. એ તો જે સારું હશે ત્યાં જવાનો…….

 2. DILIP DHAGAT says:

  NISHYANDAN , ANK HOME ADDERESS PAR AVSHE ?? YOGESHBHAI??

  • Mr Yogi says:

   આપ જણો છો કે આ સામયિક ઈ-સામયિક છે જે આપના ઈ-સરનામા પર જ આવી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *