• Invitation – ગુજરાતી કવિતાના ઈ-સામાયિક ‘નિસ્યંદન’નો આગામી અંક ‘ઑફિસકાવ્ય વિશેષાંક’ રૂપે પ્રગટ થશે.

    કવિશ્રી ,                   

    ગુજરાતી કવિતાના ઈ-સામાયિક નિસ્યંદનનો  આગામી અંક ઑફિસકાવ્ય વિશેષાંકરૂપે  પ્રગટ થશે.

    આપશ્રીને ઑફિસકાવ્યોપાઠવવા નિસ્યંદનભાવભર્યું નિમંત્રણ પાઠવે છે. 

    ઑફિસકાવ્યો  એટલે : ઑફિસોની / વ્યાવસાયિક એકમોની ગતિ-રીતિઓને, તેના પદાર્થોને, સંદર્ભોને, કામ કરતા  લોકોને અને તેમનાં સંવેદનોને  ઝીલતાં કાવ્યો.

    ઑફિસની  વચ્ચે બેસીને રચાયેલાં અથવા  ઑફિસની બહાર ઊભીને રચાયેલાં કાવ્યો.

    આજીવિકા રળવા થતી  પ્રવૃત્તિઓ (Work and workmen) પણ  કાવ્યનો  વિષય હોઈ શકે.

    ડાયરેક્ટરથી લઈને દાડિયાની કવિતા.

    કાવ્યના વિષય બાબતે જરા નોખા અભિગમ સાથે આ વિશેષાંક  પ્રગટ થવા જઈ રહ્યો  છે.

    આપના કાવ્યકોડિયાં    વિશેષાંકમાં પ્રગટે તેવી  અમને અભિલાષા  છે.

    આપ જાણો જ છો કે ઈ-સામાયિક એ આવતી કાલનું માધ્યમ છે  અને નિસ્યંદનને  તેનાં ઈ-અવતારનાં  બે  પ્રકાશનવર્ષ પૂર્ણ  કર્યાં  છે અને 10000થી વધુ વાચકો સુધી પહોંચી રહ્યું છે.

    અમારા નિમંત્રણને માન આપીને આપનાં અપ્રગટ ઑફિસકાવ્યો તા.૫.૪.૨0૧૪ પહેલાં  અમને મળી જાય તે રીતે પાઠવવા વિનંતી છે.

    Post Tagged with

2 Responsesso far.

  1. timir says:

    Yogeshbhai,
    congratulations for your great effort. i wish to be a part of your emagazine by contributing content. please guide me how to mail a Gujarati Poem to you under ‘office kavyo’. which type of fonts ( e.g. true type or open type ), which codes ( e.g. unicode ), which format ( e.g. pdf or word )
    thanks
    timir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *