• Nisyandan 28th issue on your screen..

    Nisyandan 28th issue on your screen..

    Download Link : http://yogish.co.in/wp-content/Nisyandan/Nisyandan28.pdf

    પ્રિય ભાવક,

    ખાસ્સા લાંબા અંતરાલ પછી આપણે મળી રહ્યાં છીએ.

    આ સામયિકના પ્રકાશનમાં થયેલા વિલંબનાં કારણોમાં કેટલીક અંગત અડચણો અને પ્રકાશન માટે જરૂરી એવી યોગ્ય સામગ્રીનો અભાવ રહ્યો છે.

    છપાતાં સામયિકો સામે આ સામયિક જેવા વીજાણું સામયિકને આ તકલીફ રહેવાની જ હતી; માટે કોઈ ફરિયાદ નથી. કવિતાઓની ગુણવત્તા પણ એક મુદ્દો રહ્યો છે. આ અંકથી આ સામયિકને અન્ય ભારતીય તેમજ વૈશ્વિક કવિતાઓ તરફ વિસ્તારવાનો પ્રયાસ કર્યો છે. આપને આ પ્રયત્ન કેવો લાગ્યો તે જણાવશો.

    પ્રવર્તમાન સાહિત્યિક, સામાજિક તેમજ રાજકીય પરિસ્થિતિ સંદર્ભે વર્ષો પહેલાં લખાયેલી કવિ શ્રી વેણીભાઈ પુરોહિતની ‘કો’ક તો જાગે‘ રચનાના થોડાક અંશ કશી જ ટિપ્પણી વગર આપ સમક્ષ મૂકું છું.

    આ નાનકડું સામયિક દીવાદાંડી ભલે થઈ ન શકે; કોઈનો ક્યાંક એકાદ ખૂણો અજવાળતો ઘરદીવડો તો થઈ જ શકે છે

    આપણામાંથી કો’ક તો જાગે-
    કો’ક તો જાગે !

    **
    હાય જમાને
    ઝેરને પીધાં, વેરને પીધાં,
    આધીનનાં અંધેરને પીધાં,
    કૈંક કડાયાં કેરને પીધાં-
    આજ જમાનો અંતરાશે
    એક ઘૂંટડો માગે –
    સાચ-ખમીરનો ઘૂંટડો માગે :
    આપણામાંથી કો’ક તો જાગે !

    **

    સોડ તાણી સહુ આપણે સૂતાં,
    આપ ઓશીકે આપણાં જૂતાં,
    ઘોર અંધારાં આભથી ચૂતાં-
    ઘોર અંધારી રાત જેવી
    ઘનઘોર તવારીખ સોરવા લાગે-
    આપણામાંથી કો’ક તો જાગે !

    **

    કોઈ જાગે કે કોઈ ના જાગે
    કોઈ શું જાગે ?
    તું જ જાગ્યો તો

    તું જ જા આગે-
    આપણામાંથી તું જ જા આગે….

    યોગેશ વૈદ્ય

     Nis 28
    Post Tagged with
Comments are closed.