Category Archives: મારું સાહિત્ય સર્જન

 • O કચેરીનો બાંકડો

  Posted on December 1, 2014 by Yogesh Vaidya in મારું સાહિત્ય સર્જન.

      કોઈએ સૂકા થડમાંથી બનાવીને મૂકેલો…. કચેરીની ખુલ્લી ઓશરીનો આ બાંકડો. અંદરના, બહારના અસંખ્ય આવેગોથી અભડાયેલો સાંધાઓની જડબેસલાક વ્યવસ્થામાં બંધ પોલાણમાં કૂંપળનો સળવાળાટ ને ડાળીઓની ધક્કામુક્કી જેવું ભીતરમાં લીલું લીલું ફરકે ક્યારેક કશુંક. બાકી તો, તડકો-છાંયો, ટાઢ-તપારો, લીલી-સૂકી -સંકેલી લીધું છે બધું. ભૂગર્ભની પ્રચંડ ગતિવિધિ ઝીલતું ઠંડુંગાર સીસ્મિક યંત્ર જાણે. એક નિશ્ચિત વિસ્ફોટને દબાવીને […]

  No Comments.
  Continue Reading...
 • O તેઓ

  Posted on December 1, 2014 by Yogesh Vaidya in મારું સાહિત્ય સર્જન.

    દેખાવે સુઘડ અને ઘાટીલા લાગે તેઓ પણ જરા સ્પર્શ કરો તો કોઈ જંગલી વનસ્પતિ જેવા અંદરની તરફ વળેલા સુંવાળા કાંટા હોય કાચમહેલમાં ધુમ્મસના દેહ લઈને હરે-ફરે હિલિયમથી ખીચોખીચ ભરેલા હલકા ફૂલકા ગોળા જાણે- કોઈ જાદૂઈ સ્વિચ ‘ઓન’ થાય તો અચૂક ઝળહળે ફૂલોના ગુચ્છા જેવા ભરાવદાર અને ભારઝલ્લા ટોચ પર એકલા જીવવા જન્મેલા સતત માણસૂડાં […]

  1 Comment.
  Continue Reading...
 • જૂઈનાં પાંદડાં

  Posted on November 21, 2013 by Yogesh Vaidya in મારું સાહિત્ય સર્જન.

    એ તરફ ગીતમાં તરબતર છોકરી આ  તરફ  ધારવંતા  છરા  દોસ્તો   સેંકડો સ્ક્વેરફીટમાં સમાતાં નથી એષણાનાં  અનર્ગળ  પરાં  દોસ્તો   શાંત પડતી ગઈ શેરીઓ ગામની વૃધ્ધ  બનતા  ગયા છોકરા દોસ્તો   પીઠ છે આપણી મખમલી એ ખરું  કાળના  હાથ   છે  કરકરા  દોસ્તો   નિત ઊઠી આંગણે જૂઈનાં પાંદડાં ! નિત ઊઠીને નવા ખરખરા […]

  2 Comments.
  Continue Reading...
 • અજાણ્યો પ્રવાસી

  Posted on October 31, 2013 by Yogesh Vaidya in મારું સાહિત્ય સર્જન.

    ૭.૪૦ની ટ્રેન ઊપડી  અને પ્લેટફોર્મ પરની ઘડિયાળ લંગડાવા લાગી.   ચા વાળો છોકરો સ્ટેશનના દરવાજા સુધી તો હતો મારી જોડે ગુમ થઈ ગયો અચાનક ક્યાંક…   બ્હાર સડક પર પોલિસની સીટીનો અવાજ મારા સુધી પહોંચતાં પહોંચતાં તૂટીને વિખેરાઈ ગયો.   કેમ કહું ? મારા જ ઘરનો રસ્તો  ગૂંચવાઈ  ગયો છે.   ૭.૪૦ની ટ્રેનના ઓ […]

  No Comments.
  Continue Reading...
 • ૦ સુખ

  Posted on August 30, 2013 by Yogesh Vaidya in મારું સાહિત્ય સર્જન.

     આમ તો આ સાવ નાનકડું ફ્લેગ સ્ટેશન મારા ગામથી પૂર્વ તરફ જતાં રસ્તામાં આવે જંગલ પૂરું થાય અને તરત જ આવતું આ નાનકડું ફ્લેગ સ્ટેશન . પ્લેટફોર્મથી થોડે દૂર જાળીવાળી દીવાલને અડીને એક બાંકડો લવંડર ફૂલોથી લચોલચ વેલના છાંયાવાળો . મેં અનેક વખત જોયો છે ચાલતી ટ્રેનમાંથી ઘણી વખત સપનાંમાં પણ આવે એકાકી ફ્લેગ […]

  No Comments.
  Continue Reading...
 • 0 આપણો સંબંધ

  Posted on May 25, 2013 by Yogesh Vaidya in મારું સાહિત્ય સર્જન.

  0 આપણો સંબંધ એક ધક્કા સાથે ટ્રેન ઊપડે છે.   મારા માંસની ઝીણી ઝીણી નસો તૂટવા લાગે છે. મન ધુમ્મસથી ભરાઈ જાય છે.   તારી સાથેનો મારો ઝઘડો ફરી શરૂ  થઈ  જાય છે. તને રૂબરૂમાં ન કહી શકેલ તર્કો , મારા અણગમા , ફરિયાદો. સામે તારા પ્રહારો અને મારી ભીની આંખના ખુલાસા   ટ્રેનની ગતિ […]

  Post Tagged with
  1 Comment.
  Continue Reading...
 • એક રાત (કવિતા)

  Posted on January 25, 2013 by Yogesh Vaidya in મારું સાહિત્ય સર્જન.

  એક રાત આખીય રાત ફળીના પીપળાએ મારા ફરતે મૂળ નાંખ્યાં. કીડીઓ- અસંખ્ય અને નિર્લેપ કીડીઓ એ ઘરની બહાર ખેંચી જઈને મારી જ્યાફત ઉડાવી. બધાં જ સુંવાળા સ્પર્શ રેશમી વસ્ત્ર માફક સરકી પડ્યા. એક ધુમ્મસભર્યો આકાર ગોળ ગોળ ગોળ ગોળ ઘૂમ્યા કરે ઘરમાં ફ્રિઝનું હેન્ડલ,સિંકનો નળ, ટોવેલ રોડ, તપેલી, ચમચી,છરી, ટીપોય બધાં જ લોઢાં-લાકડાંને જીવતાં રાખવાના […]

  5 Comments.
  Continue Reading...
 • પ્રેમ… (કવિતા)

  Posted on January 25, 2013 by Yogesh Vaidya in મારું સાહિત્ય સર્જન.

  પ્રેમ…  ૧. તારી વાડના ટેકે મૂકેલી મારી સાઇકલ આખી રાત ભીંજાતી રહી ઓસમાં.   ૨. હું હજુ પણ ૯-૪૫ની બસમાં બારી વાળી સીટ પર મારો રૂમાલ પાથરી રાખું છું.  ૩. આખ્ખી શેરી દેખતાં તારા ઘરનો પડછાયો ભળી જાય છે મારા ઘરના પડછાયામાં.  ૪. ક્યારેક ક્યારેક બે દૂરના ટેલિફોનને જોડતો વાયર બની જાય છે- જૂઈની વેલ. […]

  2 Comments.
  Continue Reading...
 • સાક્ષરજન તો કોને રે કહીએ – રાધેશ્યામ શર્મા

  Posted on December 6, 2012 by Yogesh Vaidya in મારું સાહિત્ય સર્જન.

   

  No Comments.
  Continue Reading...